Connect Gujarat
Featured

ભરૂચ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાને 135વર્ષ પુર્ણ, જુઓ કેવી રીતે કરાઇ ઉજવણી

ભરૂચ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાને 135વર્ષ પુર્ણ, જુઓ કેવી રીતે કરાઇ ઉજવણી
X

દેશના સૌથી જુના રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સોમવારના તેના 136મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ અવસરે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં કાર્યાલય ખાતે પક્ષના ધ્વજને સલામી આપવામાં આવી હતી.

સ્કોટલેંડના એ.ઓ હ્યુમે 28 મી ડિસેમ્બર 1885ના દિવસે કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. 1885 માં સ્થપાયેલા કોંગ્રેસ પક્ષે સોમવારના રોજ 136 વર્ષ પુર્ણ કર્યા છે. આ અવસરે ભરૂચના સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ બલિદાન અને ઇતિહાસ ધરાવતી પાર્ટી છે. ભુતકાળમાં આઝાદી માટેની ચળવળ હોય કે હાલમાં ચાલી રહેલાં મોંઘવારી સહિતના મુદ્દાઓ હોય.. કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકોની સાથે રહી છે અને તેમને ટેકો આપ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપી દેશને આઝાદ કરાવ્યો હતો. કોંગ્રેસએ મહાત્મા ગાંધીના વિચારોમાં માનનારો પક્ષ છે…

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં શહેર પ્રમુખ વીકી શોખી, પ્રવકતા નાઝુ ફડવાલા, યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિત્ જયોતિ તડવી, શેરખાન પઠાણ, રાજેન્દ્રસિંહ રણા, સમશાદ સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

Next Story