Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ક્વિનઓફ એન્જ્લ શાળામાં વાલીઓનો હોબાળો ! કારણ જણી રહેશો દંગ...

ભરૂચમાં ક્વિનઓફ એન્જ્લ શાળામાં વાલીઓનો હોબાળો ! કારણ જણી રહેશો દંગ...
X

વિદ્યાર્થીની મહેંદી મુકેલ હાથ હોય, મહેંદીનો રંગ જાય ત્યાં સુધી શાળામાં ના આવવાના ફરમાન ના પગલે વાલીઓએ કર્યા હનુમાનચાલિસાના પાઠ

ઘટનાની જાણ ધારસભ્ય દુષ્યંત પટેલને કરાતા સ્કુલે દોડી આવ્યા, વાલીઓ અને હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચી નોંધાવ્યો વિરોધ.

તાજેતરમાં જ ગૌરીવ્રતની પૂર્ણાહૂતિ થતા ગૌરીવ્રત રાખનાર વિદ્યાર્થીનીએ મહેંદીનો રંગ ના જાય ત્યાં સુધી શાળાએ ના આવવાનું ફરમાન શાળા સંચાલકો દ્વારા જારી કરાતા ભરૂચની ક્વીન ઓફ એંન્જલ સ્કુલ વિવાદમાં આવી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="58817,58818,58819,58820,58821"]

ઘટનાની મળતી પ્રાથમિક માહિતિ અનુસાર ભરૂચની કવીન ઓફ એન્જલ સ્કુલમાં એક વિદ્યાર્થીનીએ ગૌરીવ્રત કરેલ હોય મહેંદી મુકી હતી. ગૌરીવ્રત સમાપ્ત થયે હજુ માંડ એક જ દિવસ પસાર થયો હોય વિદ્યાર્થીનીના હાથે મહેંદીનો કલર ગયો ન હતો. આજે વહેલી સવારે રાબેતા મુજબ તે વિદ્યાર્થીની સ્કુલે જતા શાળાના સંચાલકો દ્વારા મહેંદીનો રંગ જાય પછી શાળાએ આવવું કહી તેને કલાસની બહાર કાઢી મુકી વિદ્યાર્થીનીને અભ્યાસથી વંચિત કરાતા વાલીઓમાં શાળાની આવી મનસ્વી નીતી અને જક્કી વલણ સામે વિરોધનો વંટોળ ઉભિ થયો હતો. જોત જોતામાં હિન્દુ વાલીઓના ટોળા સ્કુલે ઉમટી પડી વ્રત કરનાર વિદ્યાર્થીનિ પ્રત્યે આવું વર્તન કરનાર સંચાલકો સામે શાળામાં જ બેસી જઈ હનુમાન ચાલિસાના પાઠ કરી વિરોધ નોધાવ્યો હતો. વાલીઓનો રોષ જોઇ શાળા સંચાલકોએ પોલિસ બોલાવી હતી.જો કે ઘટનાની ગંભીરતા સમજી હિંદુ વ્રત કરનાર વિદ્યાર્થીનીને અભ્યાસથી વંચિત કરનાર ખ્રિસ્તિ મિશનરીના સંચાલકો અને વાલિઓ વચ્ચે ધારાસભ્ય દુષ્યંત પટેલ મધ્યસ્થી બની આ સંવેદશીલ મુદ્દે ચર્ચા આરંભી હતી.

Next Story