Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં ૧૫ મી ઓક્ટોબર-૨૦૧૮ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

ભરૂચ જિલ્લામાં ૧૫ મી ઓક્ટોબર-૨૦૧૮ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે
X

જિલ્લામાં ૧૧,૪૧,૬૩૬ મતદારો નોંધાયા

તા.૦૧/૦૧/૨૦૧૯ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે

ભારતની ચૂંટણીપચની સુચના મુજબ તા.૦૧/૦૧/૨૦૧૯ ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઊંમરના નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોîધાવી શકે તે માટે ભરૂચ જિલ્લામાં તા.૦૧/૦૯/૨૦૧૮ ને શનિવારથી તા.૧૫/૧૦/૨૦૧૮ ને સોમવાર સુધી જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોîધાવવા કોઇ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા માટે નાગરિકો અરજી કરી શકશે. અરજીના નમૂના કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીમાંથી વિનામૂલ્યે મળી શકશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિકુમાર અરોરાએ કલેક્ટર કચેરીના સભાખંડમાં પત્રકારો સાથે બેઠક યોજી જરૂરી માહિતી આપી હતી.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૧૮ ની સ્થિતિએ જિલ્લામાં ૫,૯૦,૧૬૭ પુરૂષ અને ૫,૫૧,૪૪૪ સ્ત્રી અને ત્રીજી જાતિના ૨૫ સહિત કુલ - ૧૧,૪૧,૬૩૬ મતદારો નોîધાયેલા છે. જિલ્લામાં કુલ - ૧૩૫૬ મતદાન મથકો નોîધાયેલ છે.

કલેક્ટરે ઉમેર્યં હતું કે, ભરૂચ જિલ્લામાં તા.૧૬/૦૯/૨૦૧૮, તા.૩૦/૦૯/૨૦૧૮ અને તા.૧૪/૧૦/૨૦૧૮ ને રવિવારના રોજ ખાસ ઝૂંબેશ રાખવામાં આવેલ છે. આ દિવસોએ બૂથ લેવલ ઓફિસર દરેક બૂથ પર સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક દરમ્યાન હાજર રહી મતદાર યાદી સબંધિત સુધારા-વધારા અંગેના ફોર્મ સ્વીકારવાની કામગીરી કરશે. મતદાર પોતાની તથા કુટુંબના અન્ય સભ્યોની મતદાર યાદીમાંની વિગતોની ચકાસણી કરી શકશે. નામ દાખલ કરવા માટે ફોર્મ નં.૬, નામ કમી કરવા માટે ફોમ નં.૭, સુધારા-વધારા માટે ફોમ નં.૮ ભરી શકાશે. એક જ મતદાર વિભાગના અન્ય ભાગોમાં નામ તબદીલ કરવા માટે ફોમ નં.૮(ક) ભરી શકાશે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન બી.એલ.ઓ. ધ્વારા મતદારોના ઘરોની મુલાકાત લઇને મતદારોની વિગતોની ખરાઇ કરાશે.

કલેક્ટરે એમ પણ જણાવ્યું હતું કે, તા.૦૧/૦૧/૨૦૧૯ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનનાર લાયક યુવા નગારિકો અને બાકી રહી ગયેલા લાયક લોકોની મતદાર તરીકેની નોંધણી માટે જિલ્લા ચંટણી તંત્ર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એમ.ચૌહાણ, મામલતદાર એ.બી.મંડોરી, નાયબ માહિતી નિયામક બી.સી.વસાવા અને પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story