Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગર ઝડપાયા, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ : નેત્રંગ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગર ઝડપાયા, રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ પાસે થી મહારાષ્ટ્ર તરફથી આવતી ઝેન ફોરવ્હીવ ગાડી માંથી વિદેશી દારૂ સહિત બે બુટલેગરોને રંગે હાથે ઝડપી લેતા ઈંગ્લીશ દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ નરેશકુમાર પાંચાણી તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે મારૂતી કારમાં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી ડેડીયાપાડા તરફથી આવનાર છે અને અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમી આધારે થવા ચેક પોસ્ટ ઉપર નાંકા બંધી કરી અને ડેડીયાપાડા તરફથી ફોરવ્હિલ ગાડી નં. MH 04 AH 8432 આવતા તેને રોકી ચેક કરતા તેમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વગર પાસ પરમીટનો વિદેશી દારૂની કુલ મોટી બોટલો નંગ-૧૧૪/- કી.રૂ.૫૯,૦૪૦/- તથા ફોર વ્હીલ ગાડી કી. રૂ ૩૫,૦૦૦/- તથા 2 મોબાઈલ કી. રૂ ૬૦૦૦/- મળી કુલ્લે રૂપીયા -૧,૦૦,૦૪૦/- નો પ્રોહિ મુદ્દામાલ સાથે ચેતન ઉર્ફે જીતુ પટેલ અને હેમંત ઉર્ફે મુન્નો ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે.

Next Story