ભરૂચ : રાજયના 20 લાખ પ્રાથમિક શિક્ષકો મુખ્યમંત્રી રાહતફંડમાં આપશે 11 કરોડ રૂપિયા

0
206

દેશમાં ફેલાય રહેલા કોરોના વાયરસના કારણે હવે આરોગ્યલક્ષી સુવિધાઓની જરૂરિયાતમાં વધારો થશે ત્યારે દાનની સરવાણી વહી રહી છે. રાજયના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહતફંડમાં આશરે 11 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસની પીડાતા દર્દીઓની સારવાર માટે વેન્ટીલેનટરની જરૂર પડતી હોય છે.  130 કરોડ કરતાં વધારે વસતી ધરાવતાં ભારત દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે. કોરોના વાયરસને નાથવા માટે હોસ્પિટલોમાં વધુમાં વધુ વેન્ટીલેટર્સની જરૂર પડશે. અત્યારે દેશમાં 21 દિવસનું લોક ડાઉન છે પણ ત્યારબાદ કોરોના વાયરસથી કેટલા દર્દી વધ્યા તેનો આંકડો બહાર આવશે. અત્યારથી જ સરકારે ખાનગી સંસ્થાઓ પાસેથી દાનની માંગણી કરી છે. સરકારની અપીલને માન આપી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘે દરેક શિક્ષકનો એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે. રાજયની વિવિધ શાળામાં ફરજ બજાવતાં 20 લાખ કરતાં વધારે પ્રાથમિક શિક્ષકો અંદાજે 11 કરોડ રૂપિયાની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here