Connect Gujarat
ગુજરાત

ભરૂચ કલેકટરાલય થી ભોલાવને જોડતા ઓવરબ્રિજ પહેલા રોડ વચ્ચે પડ્યો ભૂવો !

ભરૂચ કલેકટરાલય થી ભોલાવને જોડતા ઓવરબ્રિજ પહેલા રોડ વચ્ચે પડ્યો ભૂવો !
X

ભરૂચ કલેકટર ઓફીસ થી ભોલાવને જોડતા ઓવર બ્રિજ પહેલા રોડ વચ્ચે નાનો ભૂવો પડતા રસ્તો બેસી જવાની શક્યતા સેવાઇ રહી છે. તેમજ હાલ વાહન ચાલકો બચી બચીને બ્રિજ ઉપર વાહન લઇ ચડતા નજરે પડી રહ્યા છે.

ભરૂચ શહેરના કલેકટર ઓફિસ થી ભોલાવને જોડતા ઓવર બ્રિજ ચઢતા પહેલા રસ્તો બેસી ગયો છે. તેમજ માર્ગ ઉપર નાનકડો ભુવો જોવા મળી રહ્યો છે.જે કદાચ તંત્ર તરફ થી વહેલી તકે ધ્યાન ઉપર લેવામાં નહિ આવે તો મોટો ભુવો થવાની શકયતાઓ નકારી શકતી નથી. હાલ તો રસ્તા વચ્ચે ભુવો પડતા વાહન ચાલકો ભુવા થી બચી બચીને વાહન હંકારવા મજબુર બન્યા છે.ત્યારે વહેલી તકે આ ભુવાને પુરાણ કરી માર્ગ નું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવે તેવી હાલ તો લોક માંગ ઉઠવા પામી છે.

Next Story
Share it