Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પાલિકાનાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની લારીઓ ઉપર બોલાવ્યો સપાટો

ભરૂચઃ પાલિકાનાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની લારીઓ ઉપર બોલાવ્યો સપાટો
X

ખુલ્લામાં ઊભી રહેતી પાનીપુરી, દાબેલી સહિતની લારીઓ ઉપરથી બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો નાશ કરાયો

ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસથી ભરૂચ શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તેને ધ્યાનમાં રાખી શહેરના માર્ગો પર ઉભી રહેતી પાણી પુરી અને દાબેલીની લારીઓ વાળા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

ભરૂચ નગર પાલિકાના નવ નિયુક્ત સી.એસ.આઈ. પ્રવીણ કેસરીયાના જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં પાણીજન્ય રોગો ઉથલો મારે તે પહેલાં પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરમાં ચાલતી પાણી પુરીની લારીઓ અને દાબેલી તેમજ ખુલ્લામાં ખાધ્ય પદાર્થો વેચતા વિક્રેતાઓ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રોગચાળા ફેલાતો અટકાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સેનેટરી વિભાગના મુકાદમ ઇન્સ્પેક્ટરોની એક ટીમ બનાવી ભરૂચ શહેરના માર્ગો પર ખુલ્લામાં વેચાતા ખાણી પીણીની લારી વાળા તેમજ પાણી પુરીવાળાઓ, દાબેલીવાળા પાસે જઈ તેમના પાણી, બટેટાનો માવો, તેમજ અન્ય ખાદ્ય પદાર્થો તપાસવામાં આવ્યા હતા. કેટલી લારીઓ પરથી તથા દુકાનોમાંથી સડેલા બટેટા મળી આવ્યા.

કેટલી જગ્યાઓ પરથી કોનફલાવરના લોટમાંથી માખી તેમજ રોગ ફેલાવતી જીવાતો જોવા મળતાં તે લારી અને દુકાન ઉપર ગેરરીતિ બદલ શિક્ષાત્મક પગલાં લઈ દંડ કરવામાં આવ્યા હતા. કેટલી લારીઓ સીલ કરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સતત ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચતા તેમજ પાણી પુરી વાળાને હાલ પૂરતા ધંધા બંધ રાખવાનું જણવામાં આવ્યું હતું. છતાં પણ પાણીપુરીનું વેચાણ કરતા લારીવાળાની લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

Next Story