Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ નેશનલ હાઈવે ઉપર ઝંગાર પાસે ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત

ભરૂચઃ નેશનલ હાઈવે ઉપર ઝંગાર પાસે ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત
X

ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતાં પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચી.

ભરૂચ નેશનલ હાઇવે નંબર-8 ઉપર ઝંઘાર ગામ નજીક એક આઈસર ટેમ્પો ચાલકે મોટરસાયકલને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત તેમજ એક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી.

બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-8 ઉપર ઝંઘાર ગામ નજીકી એક મહિલા અને પુરૂષ મોટર સાઈકલઈને પસાર થઈ રહ્યા હતા. તેવામાં સામેથી આવી રહેલા આઈસર ટેમ્પોના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક પુરુષનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટ્યા હતા. તેમજ પોલીસને બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી.

Next Story