Connect Gujarat
ગુજરાત

ભરૂચ મંદિરમાં ભગવાન પણ રંગાયા ત્રિરંગામાં : ભક્તો દ્વારા કરાઇ અનોખી ઉજવણી !

ભરૂચ મંદિરમાં ભગવાન પણ રંગાયા ત્રિરંગામાં : ભક્તો દ્વારા કરાઇ અનોખી ઉજવણી !
X

ભરૂચમાં ભગવાનના વાઘા ને પણ ત્રિરંગા જેવા બનાવી ભક્તો એ ૭૨માં સ્વાતંત્રય પર્વની અનોખી ઉજવણી કરી સૌને સ્વતંત્રતા દિવસના વધામણા આપ્યા હતા.

ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદિરે રંગ અવધુતજી, દત્તાત્રેય તેમજ સાંઇ ભગવાનના વાઘા ને પણ ત્રિરંગા કલરના ત્રણ રંગના ભગવાન ને પહેરાવાતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ અંગે મંદિરના પુજારીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે આ મંદિર દત્ત પરિવાર તેમજ સાંઇ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર હોઇ અહીં દરેક તહેવાર હર્ષૌલ્લાસ પૂર્વક ઉજવાય છે.

પછી એ જન્માષ્ટમી હોય કે દત્ત જયંતિ તો ૭૨મો સ્વાતંત્રય દિને ભક્તો દ્વારા પોતાની રાષ્ટ્રભકિત ઇજાગર કરવા સાથે ભગવાનને પણ ત્રિરંગા ક્લરના વાઘા પહેરાવી પોતાની દેશભક્તિ અતુટ રહેની પ્રાર્થના કરી હતી.

Next Story