Connect Gujarat
ગુજરાત

ભરૂચના પોસ વિસ્તાર માંથી ઝડપાયો લાખોનો જુગાર!

ભરૂચના પોસ વિસ્તાર માંથી ઝડપાયો લાખોનો જુગાર!
X

ભરૂચ કસક ભૂગુપુર સોસાયટી નજીક મકાન માંથી ઝડપાયું જુગારધામ.

લાખ્ખોના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓન રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ ભુગુપુર સોસાયટી ખાતે ના એક મકાનમાં બિન્દાસ અને બેખોફ અંદાજમાં મશગુલ બની પત્તા પાના થકી હાર જીતના દાવ લગાવાતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી બાજીમાં શો કર્યો હતો.

પોલીસની એન્ટ્રીથી ધ્રુજી ઉઠેલા ૮ જેટલા જુગારીઓને સી ડિવિઝન પોલીસે દબોચી લઇ કાયદાના પાઠ ભણાવવા સાથે જ પોલીસે જુગરીઓના મોબાઇલ ફોન,દાવ પર લાગેલ હજારોની રોકડ તેમજ વાહનો મળી કુલ ૩લાખ ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે ઝડપાયેલા જુગારીઓમાં વિનોદ પ્રકાશચંદ્ર ચોકસી રહે.ભુગુપુર સોસાયટી ભરૂચ,કરશન ચતુરભાઈ પરમાર રહે.સુરભી એવન્યુ સોસાયટી ભરૂચ,યજુવેન્દ્ર સિંહ ઉર્ફે મનીસ જસવંતસિંહ રાજ રહે.સૂર્ય નારાયણ સોસાયટી ભરૂચ,તૃષાર સરદભાઈ પટેલ રહે.બુસા સોસાયટી ભરૂચ,સિધ્ધાર્થ ભાસ્કરભાઈ પટેલ રહે.સત્યમ ટાઉન સોસાયટી ભરૂચ,જતીન ભુપેન્દ્રભાઈ પંડ્યા રહે શ્રી હરિ બગ્લોઝ ભરૂચ,વિનોદ હંસરાજ ગજ્જર રહે અંતદીક્ષ રેસિડેન્સી,ભરૂચ,જ્યંત કાન્તિ ધારીયા.રહે બી 803 આરકે હેબીટેડ ઝાડેશ્વર,ભરૂચના તેમજ અન્ય એક ઇસમ મળી કુલ ૮ જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Next Story