Connect Gujarat
ગુજરાત

ભરૂચ સ્ટેશન સ્થીત બેકરીને નીશાન બનાવતા તસ્કરો

ભરૂચ સ્ટેશન સ્થીત બેકરીને નીશાન બનાવતા તસ્કરો
X

પોલીસ ચોકીની સામે જ આવેલ બેકરીને નીશાન બનાવી પોલીસને પડકાર ફેંકતા તસ્કરો

ભરૂચ સ્ટેશન પોલીસચોકીની સામે આવેલ બેકરીને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.

બનાવ અંગે ની જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ KGNબેકરીની છતના પતરા ઉપર બખોલું પાડી બેકરીમાં પ્રવેશ કરી ગલ્લા મુકેલી રોકડ ૧૦૦૦ રૂપીયા તેમજ અન્ય સાધન સામગ્રી મળી કુલ ૫૦૦૦ હજાર ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેશન પોલીસ ચોકીની બિલકુલ સામે તસ્કરોએ દુકાનને નિશાન બનાવી પોલીસ સામે પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો બેકરીના સંચાલકે સમગ્ર મામલા અંગે ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Next Story
Share it