Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પારસીઓનાં તહેવાર પતેતીની શહેરમાં ઉજવણી, આવતી કાલે ઉજવાશે નવરોઝ

ભરૂચઃ પારસીઓનાં તહેવાર પતેતીની શહેરમાં ઉજવણી, આવતી કાલે ઉજવાશે નવરોઝ
X

વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ પતેતીનાં દિવસે કરીને શુદ્ધ થવાનું હોય છે જે વર્ષનો છેલ્લો દિવસ ગણાય

પતેતી એટલે પારસી લોકોનો ખાસ તહેવાર. ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે. ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવારએ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. ભરૂચ-અંકલેશ્વરમાં વસવાટ કરતાં પરસી સમુદાયનાં લોકોએ આજે પતેતી પર્વની ઉજવણી કરી હતી

પતેતી

ગુજરાતમાં પારસી લોકો આવ્યાને ઘણા વર્ષો થયા, પ્રજા પણ અન્ય સ્થળેથી આવી તેમ છતાં ગુજરાત સાથેનો સંબંધ જરા હટકે છે. જેમ દૂધમાં સાકર ભલે તેમ આ પ્રજા ગુજરાતના રીત-રિવાજો, રહેણી- કહેણી અને સંસ્કૃતિ સાથે એકદમ નજીકની આત્મીયતાથી જોડાઈ ગઈ. આજો પતેતીનો તહેવાર મનાવી રહ્યા છે ત્યારે અષો જરથુષ્ટ્રે આશરે ઈ.સ.પૂર્વે 590 માં જરથોસ્તી ધર્મની સ્થાપના કરી હતી. જરથોસ્તી ધર્મ માનનારા અને તેના વંશજો પારસી તરીકે ઓળખાય છે. અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ.પૂર્વે 600ની આસપાસ ઇરાનમાં અજર બેજાન નામના પ્રાંતમાં થયો હતો.

પતેતી

અષો જરથુષ્ટ્રમાં બાળપણથી જ કંઇક વિશિષ્ટ શક્તિ હતી જેના કારણે તે સમયના ઇરાનના ધર્મગુરુ મોજાઇ દુરાસરુએ તેમને શિશુ અવસ્થામાં મારી નાખવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રહ્લલાદની જેમ તેમનો ચમત્કારી બચાવ થતો રહ્યો. તેમને થયું કે ઈશ્વર જ મારી રક્ષા કરતો રહ્યો તેથી તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક માત્ર ઘ્યેય અપનાવ્યો.

એક દિવસ આથમતા સૂરજે તેમને ઈશ્વરનાં દર્શન કરાવ્યા અને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વરે તેમને વરદાન માગવાનું કહેતાં તેઓએ પવિત્રતાનું વરદાન માગ્યું. ઈશ્વર તરફથી વરદાન મળતા તેઓ અષો (પવિત્ર) જરથુષ્ટ્ર કહેવાયા. જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય કર્યું. ૭૭ વર્ષની વયે જયારે તેઓ ઈશ્વરની ઇબાદત કરતા હતા ત્યારે તુરાની દુરાસરુન સૈનિકે પીઠ પાછળ ઘા કરતાં તેઓ મૃત્યુને ભેટ્યા. આ બાજુ ઇરાનમાં વિધર્મીઓના ત્રાસથી ધર્મનું રક્ષણ કરવા આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા.

હિંદુ ધર્મમાં જેમ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી તેવી જ રીતે પારસી કોમમાં પતેતી એટલે વર્ષનો છેલ્લો દિવસ. પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું. એ પછીના દિવસે નવું વર્ષ એટલે નવરોજ. આ દિવસે પારસીઓ એકબીજાને નૂતન વર્ષ નવરોજ મુબારક કહે છે.

Next Story