Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પોલીસનો પણ ખોફ ન હોય તેમ તસ્કરો બિન્દાસ્ત, ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચઃ પોલીસનો પણ ખોફ ન હોય તેમ તસ્કરો બિન્દાસ્ત, ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
X

ભઠિયારવાડ વિસ્તારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાંથી તસ્કરો હજારોની મત્તા લઈને ફરાર

ભરૂચના ભઠિયારવાડ વિસ્તારમાં ગત રાત્રિના સમયે ત્રણ થી ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ સમગ્ર ઘટના એક મેડિકલ સ્ટોરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના ભઠિયાર વાડ વિસ્તારમાં મોડી રાત્રે ત્રણથી ચાર જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાંથી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી ગયા હતા. ચોરીના પગલે વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. આ ચોરીની ઘટનામાં તસ્કરોએ મેડિકલ સ્ટોરને પણ નિશાન બનાવ્યું હતું. જેમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જેમાં તસ્કરોને જાણે પોલીસનો પણ ડર નહીં હોય તેવી રીતે બિન્દાસ અંદાજમાં ચોરી કરતા નજરે પડે છે.

સીસીટીવીમાં બુકાનીધારી તસ્કરો નજરે પડે છે. જેઓ મેડિકલ સ્ટોરનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી દુકાનમાં સામાન વેર વિખેર કરતા નજરે પડે છે. હાલ તો સમગ્ર મામલા અંગેની જાણ દુકાન ધારકોએ બી ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસે મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથધરી વધુ તપાસ હાથધરી હતી.

Next Story