Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 154 પર પહોંચી

ભરૂચ : જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 154 પર પહોંચી
X

સાયબર સેલે ઝડપી પાડેલા એક આરોપીનો રીપોર્ટ પણ પોઝીટીવ

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે. સોમવારના રોજ વધુ 6 કેસ સાથે જિલ્લામાં દર્દીઓની સંખ્યા 154 પર પહોંચી છે. સોમવારના રોજ મળેલાં તમામ દર્દીઓ જંબુસર શહેરમાંથી સામે આવ્યાં છે.

ભરૂચ જિલ્લામાં અનલોક બાદ કોરોના વાયરસનો વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહયું છે. ખાસ કરીને જંબુસર અને ભરૂચ શહેરમાંથી સૌથી વધારે દર્દીઓ સામે આવી રહયાં છે. સોમવારના રોજ જિલ્લામાં છ નવા કેસ નોંધાયાં છે. જંબુસરના પાંચ ઉપરાંત ભરૂચ સાયબર સેલે ઝડપી પાડેલા કોસંબાના આરોપીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આરોપીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ સાયબર સેલની આખી કચેરીને સેનીટાઇઝ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 154 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધી રહેલા દર્દીઓના કારણે હવે લોકોએ જાગૃત બનવું પડશે. લોકોએ ભીડમાં જવાનું ટાળવાની સાથે સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું પડશે. જંબુસર શહેરમાં થયેલો કોરોના વિસ્ફોટ આસપાસના વિસ્તારોમાં ફેલાય તેવી પણ સંભાવના હાલના તબકકે નકારી શકાય તેમ નથી.

Next Story