Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ સિટી લિંક બસનાં કોન્ટ્રાક્ટરો અને RTO ચેકિંગ સ્ટાફની વધી હેરાનગતિ

ભરૂચઃ સિટી લિંક બસનાં કોન્ટ્રાક્ટરો અને RTO ચેકિંગ સ્ટાફની વધી હેરાનગતિ
X

ભરૂચથી વડોદરા ખાતે જતા ટેક્સી ડ્રાઈવરોને હેરાન કરાતાં આજરોજ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

ભરૂચ ડ્રાઇવર સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ રેલી યોજી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમની રજૂઆત હતી કે, મેટ્રો લિંક સર્વિસના કોન્ટ્રાક્ટરો તથા વડોદરા આરટીઓ ચેકિંગ સ્ટાફના મેળાપીપણાથી ટેક્સી ચાલકોને હેરાનગતિ કરવામાં આવે છે. જેથી ભરૂચ જિલ્લાના સ્થાનિક ટેક્સી ડ્રાઇવરોની રોજી રોટી સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેથી હાઈવે ઉપર ટેક્સી ડ્રાઈવરોને કરવામાં આવતી હેરાનગતિ રોકવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર-ઝાડેશ્વર-કીર્તિસ્તંભ વચ્ચે વડોદરા મેટ્રો લિંક બસ સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ મેટ્રોલિંક સર્વિસના ખાનગી કોન્ટ્રાકટરો તથા આરટીઓ અધિકારીઓના મેળાપીપણામાં ટેક્સી ડ્રાઈવરોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. તેમજ દંડાત્મક કાર્યવાહી કરી ત્રાસ ગુજારવામાં આવે છે. ભરૂચ શહેરથી એસટી નિગમ દ્વારા વડોદરા કીર્તિસ્તંભ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે માત્ર નોમિનલ ખર્ચથી મુસાફરોને અંકલેશ્વર , ભરૂચથી વડોદરાના કીર્તિસ્તંભ સુધી લઈ જવા માટે કરવામાં આવી છે. જેથી સ્થાનિક ટેક્સી ડ્રાઈવરોને પોતાની રોજીરોટી મેળવવા માટે મુસાફરો ન મળતા અને એમની ગાડીઓની અંદર પેસેન્જર ન આવતા તેમના રોજીરોટીનું મેળવાનો સોવથી મોટો પ્રન્નો ઉપસ્થિ થયા છે.

મેટ્રોલિંક સર્વિસના ઇજારદારો દ્વારા તથા આરટીઓના ચેકિંગ સ્ટાફને સાથે રાખી ટેક્સી ચાલકોને પરેશાન કરવામાં આવે છે. પોલીસ કેસ કરી મનસ્વી રીતે કાર્યવાહી કરવામાં આવે છે. જેથી મેટ્રોલિંક સર્વિસના ઇજારદારો આરટીઓ ચેકિંગ સ્ટાફના ઓથા હેઠળ નાણાકીય લાભ લેવા માટે કારસો ઘડી કાઢયો છે. તેવા આક્ષેપ સાથે આજે ડ્રાઇવર સેવા ટ્રસ્ટ દ્વારા શક્તિના થી રેલી સ્વરૂપે કલેકટર ઓફિસ આવી એક આવેદનપત્ર પાઠવી પોતાની રોજીરોટીની સલામતી માટેની રજૂઆત કરી હતી.

Next Story
Share it