Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ સિવિલનાં તબીબો પાસે દર્દીના ટાંકા લેવાનો નથી સમય, સ્વીપરો કરે છે ડોક્ટરનું કામ

ભરૂચઃ સિવિલનાં તબીબો પાસે દર્દીના ટાંકા લેવાનો નથી સમય, સ્વીપરો કરે છે ડોક્ટરનું કામ
X

હોસ્પિટલમાં 7000 નો પગાર દાર સ્વીપર ઈજા ગ્રસ્તના ટાંકા લેતા ફરી એક વાર વીડિયો થયો વાયરલ

ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલમાં બે મહિના પછી ફરી એક વાર ઇજાગ્રસ્તને થયેલી ઇજાપર ટાંકા લેતો 7000 નો પગારદાર સ્વીપર ફરી એક વાર મોબાઈલમાં કેદ થયો હતો. જેમાં આરએમઓ પણ કાર્યવાહી કરવાની બાંહેધરી મીડિયા સમક્ષ આપી હતી.

ભરૂચના ગોલ્ડનબ્રિજમાંથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકને અકસ્માત નડ્યો હતો. તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તની સારવાર ડોક્ટર કે પછી નર્સે નહીં કરતાં સ્વીપરે ટાંકા લીધા હતા. ઈમર્જન્સી સેન્ટરમાં હાજર ડોક્ટરોએ સ્વીપરને દબાણ કરી ટાંકા લેવા મજબૂર કર્યો હતો. જેનો વીડિયો મોબાઈલમાં કેદ થતાં ફરી એકવાર વાયરલ થયો હતો. ઇજાગ્રસ્તના ટાકા સ્વીપર દ્વારા લેવાતાં વીડિયો વાયરલ થતાં ફરી એક વખત ભરૂચ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે.

સિવિલ હોસ્પિટલની આવી ઘોર બેદરકારીના કારણે હવે પછી અકસ્માતમાં ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા મુંઝવણ અનુભવી રહ્યા છે તે ચોક્કસ છે. આ સમગ્ર ઘટના અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્ય વાહી કરવાની જરૂર જણાઈ રહી છે. આ અંગે હોસ્પિટલનાં આરએમઓ સાથે વાત કરતાં તેમણ સમગ્ર ઘટના બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

Next Story