Connect Gujarat
ગુજરાત

સર્વ પ્રથમ ભારતમાં અને એ પણ ભરૂચમાં યોજાઇ દીક્ષા ફાઉન્ડેશની ૧૦૮ મહિલાઓ દ્વારા કાવડ યાત્રા!

સર્વ પ્રથમ ભારતમાં અને એ પણ ભરૂચમાં યોજાઇ દીક્ષા ફાઉન્ડેશની ૧૦૮ મહિલાઓ દ્વારા કાવડ યાત્રા!
X

ભારત વર્ષ માં હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય ભરૂચ ખાતે દીક્ષા ફાઉન્ડેશની ૧૦૮ મહિલાઓ દ્વારા સર્વ પ્રથમ ભારતમાં અને એ પણ ભરૂચમાં કાવડ યાત્રા યોજવામાં આવી હતી.

ભારત દેશ એક નારી પ્રધાન દેશ છે “નારી તું નારાયણી” એવું આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સુત્ર છે “બેટી બચાવો, બેટી ભણાવો” ત્યારે દીક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે આશ્રય સોસાયટીની અને આજુબાજુના વિસ્તારોની ૧૦૮ મહિલાઓ દ્વારા નારી શક્તિનો અહેસાસ કરાવે તેવો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="61882,61884,61885,61886"]

શ્રાવણ મહિનો એટલે એક પવિત્ર મહિનો જેમાં શિવનો મહિમા અપાર હોય છે. આ મહિનામાં શિવની આરાધના કરી ભક્તો ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસમાં કેટલીય જગ્યાઓ થી કાવડયાતત્રાઓ નીકળે છે ત્યારે ભરૂચમાં પણ આજે નિલકંઠેશ્વર મંદિર આવી જ એક અનોખી ૧૦૮ મહિલાઓની કાવડ યાત્રા ઘણી ધામધૂમથી નીકળી હતી. સામાન્ય રીતે યોજાતી કાવડયાત્રાઓમાં હર હંમેશ લોકોએ પુરૂષોને જોયા છે.

પણ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાવડયાત્રામાં મહિલાઓને પ્રાધાન્ય આપી અને “નારી તું નારાયણી”ની વાત સાર્થક કરી છે અને સ્ત્રી શક્તિને બિરદાવતા ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી પરંપરાગત ભારતીય પરિધાનમાં શિસ્તબધ્ધ નીકળેલ મહીલાઓની આ યાત્રા ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ઝાડેશ્વર થી નીકળી શીતળા માતાના મંદિરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પહોંચી પવિત્ર શ્રાવણ સુદ ૧૧ના પાવન દિને ૧૦૮ નારી સમૂહમાં ભગવાન મહાદેવને માં નર્મદાના પાવન નીરનો હર્ષોલ્લાસથી બ્રહ્મણો વેદોકત મંત્રોચાર દ્વારા જળાભિષેક કરીને નારીની શક્તિ અને નારી નું મહત્વ આપણા સમાજમાં શું છે તે બતાવ્યું છે.

Next Story