Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પારખેત ગામે મકાનની દીવાલ તૂટી પડતાં વૃધ્ધ મહિલા ઈજાગ્રસ્ત

ભરૂચઃ પારખેત ગામે મકાનની દીવાલ તૂટી પડતાં વૃધ્ધ મહિલા ઈજાગ્રસ્ત
X

આસપાસનાં લોકોએ દોડી આવી કાટમાળ નીચેથી વૃધ્ધાને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા

ભરૂચ તાલુકાના પારખેત ગામે કાચા ઝૂંપડાની દીવાલ ધસી પડતા એક વૃધ્ધા દબાયી હતી. સ્થાનિક લોકોએ વૃધ્ધાને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="62032,62033,62034,62035"]

ભરૂચ તાલુકાના પારેખત ગામે આવેલી નવી નગરીમાં રહેતી 72 વર્ષીય વૃધ્ધ મહિલા પોતાના ઘરમાં આરામ કરતા હતા. દરમિયાન અચાનક કાચા મકાનની દીવાલ તૂટી પડતાં 72 વર્ષીય મોંઘીબેન મોહન વસાવાને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘરની દિવાલ પડ્યાની જાણ ફળિયાનાં લોકોને થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અને દિવાલ નીચે દબાયેલા મોંઘીબેનને કાટમાળમાંથી બહાર કાઢી 108ને જાણ કરી હતી. જેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Next Story