Connect Gujarat
ગુજરાત

ભરૂચના કંથારીયા-થામ રોડ પરથી અજગર પકડાયો

ભરૂચના કંથારીયા-થામ રોડ પરથી અજગર પકડાયો
X

હાલ વરસાદી માહોલ હોય જગ્યા-જગ્યાએ પાણી ભરાઈ જતાં સરીસૃપો પોતાના દરમાંથી બહાર નીકળી આવે છે અને અવારનવાર લોકોને કરડવાના બનાવો બનતા રહે છે. આવો જ એક બનાવ કંથારિયા અને થામ વચ્ચેના રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક અજગર પોતાના દરમાંથી નીકળી રોડ પર આવી જતાં ત્યાંથી પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચ થી જંબુસર જતા કંથારીયા અને થામ વચ્ચેના રોડ પર અચાનક રોડનીની વચ્ચે અજગરે દેખાતા ત્યાંથી પસાર થતા લોકોમાં ગભરાટનો માહોલ છવાઇ જવા પમ્યો હતો.

તે જ સમયે ત્યાંથી પોતાની લક્ઝરી બસ લઈ જતા એક યુવાને આ જોતા જ પોતાની બસને સાઇડ પર મૂકી અને બહાદુરીપૂર્વક અજગરને પોતાના હાથથી પકડીને રોડ ઉપરથી દૂર કરી ઘટનાની જાણ કરી વાઈલ્ડ લાઈફના કાર્યકરોને જગ્યા પર બોલાવી અજગરને તેમને સુપ્રત કર્યો હતો. એક સમયે એકાએક અજગર રોડ ઉપર આવી જતા ત્યાંથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો જે અજગર પકડાઇ જતા દુર થવા પામ્યો હતો.

Next Story