Connect Gujarat
ગુજરાત

સ્વ. અટલજીના અસ્થિના ભરૂચ નર્મદાના જળમાં વિસર્જન કરાશે

સ્વ. અટલજીના અસ્થિના ભરૂચ નર્મદાના જળમાં વિસર્જન કરાશે
X

ભરૂચ શહેરમાં અસ્થિ કળશ યાત્રા અને ઝાડેશ્વરના સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વદલિય પ્રાર્થના સભા યોજાશે

અજાતશત્રુ ગણાતા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું દુઃખદ અવસાન થતા ભારતે એક અટલ નેતા ગુમાવ્યા છે. સ્વ.અટલજીના અસ્થિનું નર્મદા જળમાં વિસર્જન કરવાનું નક્કી કરાતા શહેરીજનો સ્વ.અટલજીને પુષ્પાંજલિ આપી શકે તે માટે કળશયાત્રાનું આયોજન હાથ ધરાયું છે.

આગામી ર૭મી ઓગષ્ટ સોમવારના રોજ ભરૂચની શ્રવણ ચોકડી ખાતેથી બપોરે ત્રણ કલાકે અસ્થિકળશ યાત્રાનો શુભારંભ થશે. આ કળશયાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી સહિત આમ જનતા પણ જાડાશે. કળશયાત્રા શ્રવણ ચોકડીથી ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે.

યાત્રા દરમિયાન લિંકરોડ ઉપર ગંગેશ્વર મહાદેવ શક્તિનાથ, સ્ટેચ્યુપાર્ક, પાંચબત્તી, ડિસ્ટ્રીકટ કો–ઓ. બેîક, રેલ્વે સ્ટેશન, કસક, જીઇબી કચેરી મકતમપુર પાણીની ટાંકી, તુલસીધામ અને ઝાડેશ્વર ખાતે મોટી સંખ્યામાં શહેરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના લોકો ઉપસ્થિત રહી કળશયાત્રા પર પુષ્પવર્ષા કરશે અને સ્વ. અટલજીને શ્રધ્ધાંજલિ આપશે. યાત્રા ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચતા ત્યાં તે પ્રાર્થનાસભામાં ફેરવાશે.

ત્યાં રાષ્ટ્રીય આગેવાનો, સંતો અને સામાજીક આગેવાનો અને સંગઠનના પ્રતિનિધિઓ અટલજીને શબ્દાંજલિ આપશે. પ્રાર્થના સભા બાદ બરાબર ૬.૦૦ કલાકે ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ ખાતે શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર સાથે સ્વ. અટલજીના અસ્થિને નર્મદાના જળમાં વિસર્જીત કરવાં આવશે.

Next Story