Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં તંત્રની ઉદાસીનતાના કારણે અકસ્માતનો ભોગ બનતા મુંગા પશુ અને વાહન ચાલકો...!

ભરૂચમાં તંત્રની ઉદાસીનતાના કારણે અકસ્માતનો ભોગ બનતા મુંગા પશુ અને વાહન ચાલકો...!
X

ભરૂચમાં રખડતા ઢોર વાહન ચાલકોના અકસ્માતનો ભોગ બની ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે.તો બીજી તરફ રખડતા ઢોર પકડવામાં તંત્ર કુંભકરણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

એક તરફ દેશ ભર માં ગાયો અને પશુઓના શંકાસ્પદ મરણ અંગે નો મુદ્દો રાજકીય પક્ષો માટે વોટ બેંક ઉભું કરવાનું સાધન બન્યું હોય તેમ અવાર નવાર માધ્યમો થકી ચર્ચામાં આવતા કિસ્સાઓ ઉપર થી લાગી રહ્યું છે.તો બીજી તરફ ભરૂચ નગર પાલિકાના વહીવટી તંત્રને લોકોની તો છોડો ઢોરો ની સુરક્ષાની પણ ન પડી હોય તેમ છેલ્લા ૨૪ કલાક માં બે જેટલા રખડતા ઢોરો વાહન ચાલકોના અકસ્માતનો ભોગ બની ઇજાગ્રસ્ત હાલત માં જોવા મળી રહ્યા છે.

ભરૂચ શહેરમાં એક તરફ જાહેર માર્ગો ઉપર ઢોરો રખડતા બન્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા આ ઢોરોને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેમ અત્યાર સુધી દૂર દૂર સુધી જોવા મળતું નથી.જેના કારણે ગત રાત્રીના સમયે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા એક પશુ ઇજાગ્રસ્ત થયું હતું.

તો એના ગણતરીના કલાકોમાં ભરૂચ શહેરના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ લુકમાન પાર્ક નજીક સતત પંદર જ દિવસમાં બીજી વખત મુંગા ઢોર અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા કાઇ રહ્યુ હોવાની માહિતી સામે આવી છે.

હાલ તો સમગ્ર મામલે નિદ્રામાં પોઢી રહેલું તંત્ર એક્શનમાં આવી આ પ્રકારે રખડતા ઢોરો ને વહેલી તકે જાહેર માર્ગો ઉપર થી દુર કરી પાંજરાપોળ અથવા તો કોઈ વ્યવસ્થિત સ્થળ ઉપર મુકવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Next Story