
ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવેલાં આરોગ્યમ કલીનીક ખાતે રવિવારના રોજ કોવીડની બિમારીના સંદર્ભમાં ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું…
વર્ષ 2020માં કોરોનાની બિમારીએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં લાખો લોકોના મૃત્યુ થઇ ચુકયાં છે જયારે લાખો લોકો ચેપગ્રસ્ત બની ગયાં છે. દરેકના મનમાં કોરોનાનો ભય રહેલો છે ત્યારે ભરૂચમાં આરોગ્યમ કલીનીકના ઉપક્રમે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવીડની બિમારીના કારણે લોકો તાણની અવસ્થામાંથી બહાર આવે તથા તેમની ઉર્જાના સ્તરમાં વધારો થાય તે બાબતને શિબિરમાં આવરી લેવામાં આવી હતી. કલીનીક ખાતે શાસ્ત્રીય આર્યુવેદથી વિવિધ બિમારીઓના ઉપચાર કરવામાં આવે છે…