Connect Gujarat
Featured

ભરૂચ : દિવાળીના પર્વને વધાવવા લોકોમાં ભારે થનગનાટ, વિવિધ માર્ગો પર જોવા મળી લોકોની ભારે ભીડ

ભરૂચ : દિવાળીના પર્વને વધાવવા લોકોમાં ભારે થનગનાટ, વિવિધ માર્ગો પર જોવા મળી લોકોની ભારે ભીડ
X

ભરૂચ જિલ્લામાં દિપોત્સવી પર્વને વધાવવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ માર્ગો પર લોકો દિવાળીના પર્વની છેલ્લી ઘડી સુધી ખરીદી કરતા નજરે પડ્યા હતા.

ભરૂચ જિલ્લામાં દિવાળીના પર્વે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે છેલ્લા 8 મહિનાથી કોરોના મહામારીના કારણે લોકો ઉત્સવો મનાવી શક્યા નથી, ત્યારે બીજી તરફ હવે દિવાળીના પર્વની ધામધુમથી ઉજવણી કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં દિવાળીનો માહોલ જામ્યો છે. હિન્દુ ધર્મના આ મહાપર્વને ઉજવવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ધનતેરસનાં દિવસથી માર્કેટમાં ઉપડેલી ખરીદી બીજા દિવસે પણ યથાવત રહી હતી. માર્કેટમાં લોકો ખરીદી અર્થે ઊમટી પડતાં શહેરનાં માર્ગો ઉપર ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેમાં કાપડની દુકાન, મીઠાઇ-ફરસાણની દુકાન સહિત ફટાકડા માર્કેટમાં છેલ્લે છેલ્લે પણ ખરીદીને લઈને સ્ટોલ ઉપર ભારે ભીડ જોવા મળી હતી. જોકે શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Next Story