Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પોતાના હક્ક સહિત હિતોના રક્ષણ માટે મહિલા વિષયક કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજાઇ

ભરૂચ : પોતાના હક્ક સહિત હિતોના રક્ષણ માટે મહિલા વિષયક કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજાઇ
X

ભરૂચ શહેરના કણબીવગા

વિસ્તાર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહિલા વિષયક

કાયદાકીય જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મહિલાઓમાં પોતાના હક્ક તેમજ હિતોનું રક્ષણ કરી શકે તે માટે મહિલા વિષયક કાયદાકીય જાગૃત્તિ શિબિરનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલા અંકોલિયાના હસ્તે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી પટેલ સન્ના, મિસ્ત્રી પ્રિન્સી તેમજ પટેલ મિષ્ટીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષ લીલા અંકોલિયા, નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, મહિલા આયોગના ઉપસચિવ હંસા પટેલ, મહિલા જજ નિશા ગજ્જર સહિત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આમંત્રિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story