ભરૂચ: ને.હા.48 પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની મોટી દુર્ઘટના, 3 મુસાફરોના મોત, 20થી વધુ ઘાયલ

0
  • ને.હા.નં 48 પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
  • દુર્ઘટનામાં 3ના ઘટના સ્થળે મોત, 20થી વધુ ઘાયલ
  • જિલ્લાની 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
  • ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના લુવારા ગામ નજીક નેહા.48 પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે મધ્યરાત્રિના 12.38 કલાકે સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલ બસ, ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર મોડી રાત્રે ખાનગી બસ નં. GJ.14.X.5295 સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી. જેમાં લગભગ 35 જેટલા મુસાફરો સવાર હતા. બસ ભરૂચ નજીક આવેલ નેહા.48 પરના લુવારા ગામ નજીક પહોંચતા એક ટ્રક નં.GJ.16.X.9916 યુ-ટર્ન લઈ રહી હતી તે દરમિયાન બસ ધડાકાભેર ટ્રક સાથે અથડાતાં રસ્તા ઉપર જ ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરાતા 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજતાં પરિવારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બીજી તરફ બસમાં સવાર 20થી વધુ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધતાં ભરૂચ,ઝાડેશ્વર,દહેજ અને પાલેજથી 108ની 4 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here