Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સારસા સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ : સારસા સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો
X

ઝઘડીયા

તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવના

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સારસા

ગામમાં આયોજીત શાકોત્સવના કાર્યક્રમમાં વડતાલના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદ

ઉર્ફે લાલજી મહારાજ પધાર્યા હતાં. લાલજી મહારાજના આગમન બાદ

સારસા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શોભાયાત્રા નીકળી હતી.આશરે ૨૦૦ વર્ષ પૂર્વે

સ્વામિનારાયણ ભગવાને સૌરાષ્ટ્રના લોયા ગામે ૫૬ મણ રીંગણનું શાક ૧૨ મણ ઘીના વઘારથી

જાતે બનાવીને ભક્તોને જમાડ્યા હતા.આ પ્રસંગની યાદમાં શાકોત્સવના કાર્યક્રમ

યોજવામાં આવે છે.સારસા ગામે સત્સંગ સમાજ દ્વારા દર વર્ષે શાકોત્સવના કાર્યક્રમ

યોજાય છે.જેમાં રીંગણનું શાક અને બાજરીના રોટલ‍ાના જમણની પ્રસાદી ભક્તો ગ્રહણ કરે

છે.

Next Story