Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગના યુવકનું અજાણ્યા ઇસમે ફેસબુક પર બનાવ્યું ફેક એકાઉન્ટ, જાણો પછી શું થયું..!

ભરૂચ : નેત્રંગના યુવકનું અજાણ્યા ઇસમે ફેસબુક પર બનાવ્યું ફેક એકાઉન્ટ, જાણો પછી શું થયું..!
X

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રહેતા યુવકના નામે ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી નાણા પડાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તાત્કાલિક નાણાની જરૂર હોવાનો મેસેજ

મળતી માહિતી અનુસાર, નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં બેંકમાંથી બોલું છું અને તમારો એટીએમ કાડૅ બંધ થઇ જવાનો છે, તો તેને ચાલુ રાખવા માટે તમારા એટીએમ કાડૅનો પિન નંબર અને ૧૩ ડિઝિટનો નંબર આપો તેમ કહીને કેટલાક ખાતાધારકોના લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના બહાર આવી રહી છે.

નેત્રંગ-મોવી રોડ ઉપર રહેતા ઐયુબ પઠાણના ફેસબુક ઉપરના ફોટા અને નામનો ઉપયોગ કરીને કોઇક અજાણ્યા ઇસમે ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં ઐયુબ પઠાણના ફેસબુક ફ્રેન્ડને મેસેજ કરી અરજન્ટ નાણાની જરૂરીયાત છે. જેથી ગુગલ પે ઉપર નાણા મોકલો તેવા મેસેજ કર્યા હતા. આ પૈકી કેટલાક મિત્રોએ ટેલિફોનીક સંપકૅ કરી સમગ્ર હકીકતથી ઐયુબ પઠાણને વાકેફ કર્યા હતા.

સમગ્ર મામલે ઐયુબ પઠાણે જણાવ્યું હતું કે, મે કોઇ નાણા માંગ્યા નથી, તેવો ખુલાશો કરતાં આ ફેસબુક એકાઉન્ટ ફેક અને કોઇ ઠગ ટોળકીએ નાણા પડાવવા માટે હોવાનું બહાર આવ્યું હતું, જોકે ત્યારબાદ ઐયુબ પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને આ બાબતે સાવચેતી રાખવા જણાવ્યુ હતું, ત્યારે હાલ સાયબર ક્રાઈમમાં ફરીયાદ કરવાની ચીમકી આપતા છેતરપિંડી કરનાર ટોળકીએ પોતાના ફેક ફેસબુક એકાઉન્ટ ડિલીટ કારયું હોવાનું પણ સામે આવ્યું છે.

Next Story