Connect Gujarat
Featured

ભરૂચ : ટ્રકના ડ્રાયવરે ટેમ્પાને મારી ટકકર, બે વેપારીઓના મોતથી માર્ગ રકતરંજિત

ભરૂચ :  ટ્રકના ડ્રાયવરે ટેમ્પાને મારી ટકકર, બે વેપારીઓના મોતથી માર્ગ રકતરંજિત
X

વાગરા તાલુકાના દહેજ પાસે આવેલાં જોલવા ગામે ભરાતાં રવિવારી બજારમાં સામાન વેચવા જઇ રહેલાં વેપારીઓના ટેમ્પાને દશાન ગામ નજીક અકસ્માત નડયો હતો. ટ્રકની ટકકરે ટેમ્પો પલટી જતાં બે વેપારીઓના સ્થળ પર મોત થયાં છે જયારે અન્ય ચારને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

ભરૂચ જિલ્લામાં દશેરાનું પર્વ રકતરંજિત બની ગયું હતું. ભરૂચ- દહેજ રોડ પર આવેલાં દશાન ગામ પાસે ટ્રક અને ટેમ્પા વચ્ચે થયેલાં અકસ્માતમાં બે વેપારીઓના મોત થયાં છે. અંકલેશ્વરનાં કેટલાક વેપારીઓ દહેજના જોલવા ખાતે ભરાતી રવિવાર બજારમાં ધંધાર્થે જવા નીકળ્યા હતાં.મીની ટેમ્પામાં છ જેટલા લોકો દહેજ જઈ રહ્યા હતા એ દરમ્યાન ભરૂચ દહેજ રોડ પર દશાન ગામ નજીક પુરઝડપે જતી ટ્રકનાં ચાલકે મીની ટેમ્પાને ટક્કર મારી હતી. ટ્રકની ટકકર બાદ ટેમ્પો પલટી જતાં ટેમ્પામાં સવાર છ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બે યુવાન વેપારીઓના ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં. અન્ય ૪ જેટલા વેપારીઓને ઈજા પહોચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાની સાથે જ દહેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Next Story