Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગ તાલુકામાં આદર્શ નિવાસી શાળામાં વ્યસનમુક્તિ અભિયાન

ભરૂચ : નેત્રંગ તાલુકામાં આદર્શ નિવાસી શાળામાં વ્યસનમુક્તિ અભિયાન
X

નેત્રંગ તાલુકામાં ગાયત્રી પરિવાર દ્વારા શાળામાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ આદર્શ નિવાસી

શાળા અને થવા ગામે આવેલ આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ

રહે, અને શારીરિક તંદુરસ્તી ધરાવે તે હેતુ સહ ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમ

કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને તંબાકુ, ગુટકા અને દારૂ જેવા વ્યસનથી શરીરને થતું નુકસાન સહિત તેના ગેરલાભ વિશે

વિડિયોગ્રાફી મારફતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના અશોકભાઇ પટેલે

ટેલિફોનીક સંવાદમાં જણાવ્યું હતું કે તંબાકુ, ગુટકા અને

દારૂના વ્યસનથી કેન્સર જેવા જીવલેણ રોગ થાય છે. આજની

યુવાપેઢી આ વ્યસનમાં સપડાઇ રહી છે. અને ઘર-પરિવારમાં બબૉદ થઇ રહ્યો છે. જેના અનુસંધાને આ પ્રકારના શાળાઓમાં કાયૅક્રમ કરીને યુવાનો વ્યસન મુક્ત

બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Next Story