Connect Gujarat
ગુજરાત

ભરૂચ કેન્દ્ર સ્તરે એડવોકેટ પ્રોટેકશન એકટ પસાર કરવા તેમજ અન્ય માંગ સાથે વકિલોએ પાડી હડતાલ

ભરૂચ કેન્દ્ર સ્તરે એડવોકેટ પ્રોટેકશન એકટ પસાર કરવા તેમજ અન્ય માંગ સાથે વકિલોએ પાડી હડતાલ
X

વકિલો દ્વારા હડતાલ પાડી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકટ રદ્દ કરવા, એડવોકેટ એક્ટની કલમ ૩૪ રદ્દ કરવા તેમજ અન્ય માંગ સાથે આવેદન પાઠવાયું હતું.

ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસીયેસન દ્વારા સુપ્રિમ કોર્ટમાં ધારા શાસ્ત્રીઓના હડતાલ સબંધે આપેલા ચુકાદાના સંદર્ભમાં તમામ ધારાશાસ્ત્રીઓના રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે વકીલોએ એક આવેદન પાઠવી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ન્યુ દિલ્હી ખાતે મળેલ સંયુકત બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે અદાલતો દ્વારા ખરેખર થતાં અન્યાયો અને ખોટા કાર્યો સામે હડતાલ પર ઉતરવાના એડવોકેટોના લોકશાહી અધિકારોનું ગળુ ટુંપવા થતા પ્રયાસો અંગેના મુદ્દા સબંધે તેમજ વકિલોનું પ્રતિનિધિત્વ કરતા મંડળોના અધિકારોને પડાવી લેવાના થતાં પ્રયાસો અને ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકટને રદ્દ કરવાના મુસદ્દા વિધેયક ૨૦૦૮ વિશે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી વકીલોને વીમા યોજના, મેડીકલેઇમ, પેન્સન, સ્ટાઇપન્ડ અને કલ્યાણ લક્ષી પગલાઓના લાભા પુરા કરવાની માંગ કરવા સાથે વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોને તેઓ નિવૃત્ત થય પછી કોઇપણ પ્રકારની સરકારી કામગીરી ન સોંપાય તેમજ એડવોકેટોના ભાતૃભાવન અલાભાર્થે કેન્દ્ર સ્તરે એડવોકેટ પ્રોટેકશન એકટ પસાર કરાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

Next Story