Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવા એમીટી શાળા તત્પર

ભરૂચ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવા એમીટી શાળા તત્પર
X

કોરોનાની મોખરાની હરોળના લડવૈયાઓમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, ત્યારે શિક્ષણેતર જવાબદારીઓ સાથે ભરૂચની એમીટી શાળા નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહી છે. જેમાં શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હાલ ચાલી રહેલા લોકડાઉનના સમયમાં શાળાઓ બંધ થવાથી વાલીઓમાં પોતાના બાળકના શિક્ષણ માટે ભારે ચિંતા થઈ રહી હતી, ત્યારે વિદ્યાર્થીઓનો સમય વ્યર્થ ન જાય અને શિક્ષણ સાથેનો સેતુ અકબંધ રહે તે માટે એમીટી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાનો એક નિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષકો દ્વારા વ્હોટ્સ એપ ગ્રૂપના માધ્યમથી શાળાના તમામ વિદ્યાર્થીઓને વિષયવાર ભણતર સહિત ગ્રૂપ મિટિંગ થકી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

એમીટી શાળાના ચિત્ર શિક્ષકે જણાવ્યુ હતું કે, લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓ ઘરમાં રહીને શિક્ષણ મેળવી શકે તેમજ પોતાને કેટલું આવડે છે, તેની પોતે કસોટી કરે ઉપરાંત વિદ્યાર્થીઓને જે તે ધોરણમાં મળેલું ભણતર તાજુ કરવાનો મુખ્ય હેતુ છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમના પ્રયોગ હેઠળ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓના ભણતરની કાળજી લેવાની ગુરૂજનોની આ નિષ્ઠાને વાલીઓએ ખૂબ જ બિરદાવી છે.

Next Story