Connect Gujarat
Featured

ભરૂચ : અમલેશ્વર ખાતે 66 કે.વી. સબ સ્ટેશનનો ભુમિપુજન સમારંભ યોજાયો

ભરૂચ : અમલેશ્વર ખાતે 66 કે.વી. સબ સ્ટેશનનો ભુમિપુજન સમારંભ યોજાયો
X

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.(જેટકો) દ્વારા ઘર વપરાશ, ખેતીવાડી માટે સિંચાઇની સુવિધા તથા ઔદ્યોગિક વીજ માંગ માટે વીજળીની જરૂરિયાતોને ધ્યાનમાં ભરૂચ જિલ્લામાં નવા સાત સબ સ્ટેશન મંજુર કરવામાં આવ્યાં છે. જે પૈકી ભરૂચના અમલેશ્વર ખાતે 66 કેવી સબ સ્ટેશનનો ભુમિપુજન સમારંભ યોજાયો હતો.

અમલેશ્વર ખાતે આગામી સમયમાં નિર્માણ પામનાર ૬૬ કે.વી. સબસ્ટેશન માટે ગ્રામપંચાયત હસ્તકની ખળીની જમીન કુલ ૪૯૦૦ ચો.મી. સંપાદન કરવામાં આવેલી છે. ૬૬ કે.વી. અમલેશ્વર સબસ્ટેશનમાંથી વિવિધ ૨૫ થી વધુ ગામો પૈકી ૧૧ કે.વી. નવેઠા, ૧૧ કે.વી. વાંસી, ૧૧ કે.વી. અમલેશ્વર, ૧૧ કે.વી. કલ્લા, ૧૧ કે.વી. ચૌલાદ ખાતે જે.જી.વાય. અને એ.જી. પ્રકારના ૧૧ જેટલા ફીડરો પણ મુકવામાં આવશે. સબસ્ટેશનના લાભાર્થી ગામોમાં મુખ્યત્વે અમલેશ્વર, કોઠીયા, સડથલા, ચૌલાદ, વાંસી, કુરાલા, દેત્રાલ, હિંગલોટ, વેસદડા, અમદાદા, ભુવા, નવેઠા, શંખવાડ, કેશરોલ, ખોજબલ, ભાડભુત, મહેગામ, મનાડ, કાસવા, વડવા, એકસાલ, દશાન, સાયખા, ભેરસમ, કુરાલા તથા આસપાસના ગામોને પ્રત્યક્ષ થતા પરોક્ષ રીતે અવિરત વીજ પુરવઠો મળી રહશે.

૧૧ કે.વી. ના ફીડરોની લંબાઈ ઘટવાથી ડી એન્ડ લોસમાં નોંધ પાત્ર ઘટાડો થશે. ખેતી અને બિનખેતી વીજ વપરાશકારોને વિક્ષેપ રહિત સતત વીજપુરવઠો મળશે. આ સબસ્ટેશનની આજુબાજુ ૧૦ કી.મી. વિસ્તારમાં રહેલા રહેઠાણ, ખેતીવાડી અને વાણિજ્ય એમ મળીને કુલ ૨૫ ગામોના અંદાજીત ૨૫૦૦૦ ગ્રાહકોને લાભ થશે. ભુમિપુજન અવસરે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોઢિયા, પ્રાંત અધિકારી, મામલતદાર, જેટકો ના ભરૂચ ખાતેના સુપ્રિટેન્ડન્ટ વી.જી.પટેલ તેમજ અધિકારીઓ અને પધાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

Next Story