Connect Gujarat
Featured

ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ભરૂચ: મુલદ ટોલપ્લાઝા પાસેથી કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
X

અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસેથી શહેર પોલીસે કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે કરજણના કાર ચાલક ને ઝડપી પાડી કુલ રૂપિયા 1 લાખ 69 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસના સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન કાર આવતા તેને રોકી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો શહેર પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તે વડોદરા જિલ્લા કરજણનો હોવાનું જણાવ્યું હતું શહેર પોલીસે તેની અટકાયત કરી 69 હજારની કિંમતના વિદેશીદારૂ ની 174 નંગ બોટલ અને 1 લાખ ની કાર મળી કુલ 1 લાખ 69 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story