Connect Gujarat
ગુજરાત

ભરૂચ-અંકલેશ્વર ખાતે આદિવાસી દિવસના ભાગ રૂપે યોજાઇ ભવ્ય રેલી...!

ભરૂચ-અંકલેશ્વર ખાતે આદિવાસી દિવસના ભાગ રૂપે યોજાઇ ભવ્ય રેલી...!
X

આજે આદિવાસી દિવસ તરીકે ભારતભરમાં ઉજ્જવવામાં આવે છે. જેના ભાગ રૂપે આજ રોજ વિવિધ સંઘઠનો દ્વારા રેલી યોજવામાં આવી હતી.

ભરૂચ સ્ટેશન સ્થિત બાબાસાહેબ બાબા આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર ચઢાવી આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી કરી હતી તો અંકલેશ્વર ખાતે પણ ડૉ.બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર બાદ આગેવાન અનીલ ભગતના નેતૃત્વમાં એક વિશાળ રેલી યોજાય હતી.

આંતર રાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે B.T.S( ભિલીસ્તાન ટ્રાયબલ સૈના),ઈન્સાફ સંગઠન, B.M.G( ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગ) આયોજીત આ નગર યાત્રા (સામાજિક રેલી) સવારે ૧૦ કલાકે ભરૂચના વેજલપુર બંબાખાના થી પ્રસ્થાન થઈ મહમદપુરા, ફાટાતલાવ ઢાળ, પાંચબત્તી થઈને ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રેલ્વે સ્ટેશને પહોંચી હતી.જયાં ફૂલહાર વિધિ તથા સામાજિક સંદેશો આપવામાં આવ્યો હતો.આદિવાસી સમાજનાં તમામ કાર્યકરો,આગેવાનો,મહિલાઓ,યુવાનો,વિગેરેને હાર્દિક અપીલ પણ કરાઇ હતીકે આ કાર્યક્રમમાં સહભાગી બની આપણું સામાજિક ૠણ અદા કરી સામાજિક એકતા બતાવીએ.

ભરૂચ ખાતે યોજાયેલ રેલીમાં રાજેશ. સી.વસાવા- B.T.S. ભરૂચ.,જીવરાજ મકવાણા-ગુજરાત પ્રમુખ ઈન્સાફ,અશોક મકવાણા-ભરૂચ પ્રમુખ,ભાનુબેન જોગધીયા-ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગના જોડાઇ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

અંકલેશ્વર ખાતે યોજાયેલ જનજાગૃતિ રેલી સવારે ૯ કલાક થી શરૂ થઈ અંકલેશ્વરના નવા હરી પુરા થી અંકલેશ્વરના અંતરીયાળ ગામોમાં સાંજે ૭ કલાક સુધીમાં પહોંચી જનજાગૃતિના સંદેશ આપશે.આ વિશાળ રેલીમાં આગેવાન અનીલ ભગતે કનેકટ ગુજરાત સાથેની એક વાતચીતમાં જણાવ્યું કે આદિવાસી ઓળખ અને સંસ્કૃતિના બચાવ માટે આદિવાસી સમાજ મથી રહ્યો છે. ભદ્ર સમાજ મુઠ્ઠીભર મુડીવાદીઓ અને સ્થાપિત હિતોની જીવન શૈલીના કારણે વૈશ્વિક સમસ્યાઓ,વૈશ્વિક પડકારો આ વિશ્વ સમક્ષ ઉભા થયા છે.

જેના માટે વશ્વિક જન અભિયાન શરૂ કરવા માટે આજે ૨૪માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ભારત સહિત દુનિયાના જુદા-જુદા દેશોની અંદર આજે આદિવાસી સંસ્કૃતિ-ઓળખ અને પરંપરાને બચાવવા માટે કાર્યક્રમ યોજાઇ રહેલ છે. આદિવાસી પ્રકૃતિ પૂજક અને પ્રકૃતિ પોષક છે. આદિવાસી સંસ્કૃતિના જતન અને રક્ષણ માટે આજના દિને સંકલ્પ કરીયે.

યુનોની અંદર ૧૯૯૩માં પૃથ્વિ પરિષદ મળી અને પૃથ્વિ પરિષદમાં ૪૦૦ જેટલા આદિવાસી આગેવાનોએ સર્વાનુમતે નક્કિ કર્યું કે જો પૃથ્વિને બચાવવી હશે તો આદિવાસીને બચાવવો પડશે. આજે આદિવાસીને બચાવવા માટે વિશ્વમાં જનજાગૃતિ આવે તેવા શુભાષયથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીયે આજે સંકલ્પ કરીયે કે પ્રકૃતિ,સંસ્કૃતિ અને માનવ સભ્યતાને બચાવીએ એજ આજનો સંદેશ છે.

Next Story