ભરૂચ- અંકલેશ્વરની લાઇફ લાઇન ગણાતો જુનો નેશનલ હાઇવે બન્યો બિસ્માર

0
99

જો આપ ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ વચ્ચે વાહન લઇને મુસાફરી કરવા માંગતા હોય તો જરૂરથી કાળજી રાખજો. તેનું કારણ છે જુના નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ.. ચોમાસાના પ્રારંભથી જ રસ્તો ધોવાઇ જતાં વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. નિહાળો કનેકટ ગુજરાતની વિશેષ રજૂઆત..

ભરૂચ અને અંકલેશ્વરને ટવીન સીટી બનાવવાના શમણા સ્થાનિક લોકોને દેખાડવામાં આવ્યાં હતાં પણ સરકાર બંને શહેરોને જોડતો રસ્તો પર સલામત રાખી શકતી નથી. ચોમાસાની શરૂઆત થતાંની સાથે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો 15 કીમીનો રસ્તો ઉબખાબડ બની ગયો છે. ભરૂચથી અંકલેશ્વર તરફ આવવામાં આવે તો કસક ગરનાળાથી જ વાહનચાલકોની મુસીબત શરૂ થઇ જાય છે. કસક ગરનાળાથી શીતલ સર્કલ સુધીના ખાડા વટાવીને આપ ગોલ્ડનબ્રિજ સુધીના રસ્તા પર આવો ત્યારે તો મુસીબતોનો પહાડ શરૂ થાય છે. મસમોટા ખાડાઓ તમને રોલર કોસ્ટરનો અનુભવ કરાવશે.

ખાડાઓના કારણે વાહનોને થઇ રહેલું નુકશાન આપને તંત્ર તરફથી મળેલી ચોમાસાની ભેટ જ સમજી લેજો. ગોલ્ડનબ્રિજ પસાર કર્યા બાદ અન્ય વિધ્ન આપને નડશે ગડખોલ પાટીયા પાસે. ઓવરબ્રિજની કામગીરી પર તો બ્રેક લાગી છે જ છે. પણ ડાયવર્ઝનનો બિસ્માર રસ્તો આપને બ્રેક મારવા પર મજબુર કરી દેશે. આવી જ હાલત અંકલેશ્વરથી ભરૂચ આવતાં વાહનચાલકોની પણ છે. લોકોની સુવિધા માટે શીતલ સર્કલ અને ગડખોલ પાટીયા પાસે ઓવરબ્રિજ બની રહયાં છે.

પણ તેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે અને રસ્તાઓ પર પડેલા ખાડાઓએ પણ વાહનચાલકોની ગતિ ધીમી કરી નાંખી છે. ચોમાસામાં ડામરીંગ ન થઇ શકે પણ કવોરી ડસ્ટથી ખાડાઓ પુરી વાહનચાલકોને રાહત આપી શકાય તેટલો ખ્યાલ તો કદાચ તંત્રને પણ હશે. પણ તંત્ર કોઇ તસ્દી લેતું નથી અને યાતના ભરૂચ અને અંકલેશ્વરના હજારો વાહનચાલકો ભોગવી રહયાં છે.

 

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here