Connect Gujarat
ગુજરાત

ભરૂચ - અંકલેશ્વરમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

ભરૂચ - અંકલેશ્વરમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
X

આજરોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ - અંકલેશ્વર શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાઈ બહેનનાં પવિત્ર બંધનના તહેવાર નિમિત્તે ભક્તિ ભાવ સાથે સવારથી આ પર્વને ઉજવવામાં આવી રહ્યું છે.

ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમ અને સ્નેહના આ પર્વને જુદી જુદી જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ઉત્તર ભારતીય લોકો કંજારી પૂર્ણિમા તરીકે, પશ્ચિમ ભારતમાં નાળિયેરી પૂનમ તો ગુજરાતમાં બળેવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી.

Next Story