Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરવાસીઓની રજા બગાડતી પોલીસ, શહેરમાં ઠેર ઠેર હાથ ધરાયું “માસ્ક ચેકિંગ”

ભરૂચ : અંકલેશ્વરવાસીઓની રજા બગાડતી પોલીસ, શહેરમાં ઠેર ઠેર હાથ ધરાયું “માસ્ક ચેકિંગ”
X

કોરોના મહામારીને વધુ ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં માસ્ક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં માસ્ક વગર બહાર ટહેલવા નીકળતા લોકોને 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને રોકવા માટે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક વિહોણા વાહન ચાલકો અને નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

સમગ્ર જીલ્લામાં કોરોના વાયરસથી લોકો સંક્રમિત ન થાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સહિત પોલીસ તંત્ર છેલ્લા 6 માસથી કાર્યરત થયું છે. તેમ છતાં કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ટ્રાવેલ હિસ્ટ્રી ઉપરાંત લોકલ સંક્રમણથી સતત ભય વધતા અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સાવાચેતીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં માસ્ક વગર બહાર ફરતા લોકોને દંડાત્મક કાર્યવાહી સાથે 1-1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Next Story