Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરના શિક્ષક ગુજરાન ચલાવવા વેચી રહયાં છે ફેન્સી વસ્તુઓ, તેમની હિમંતને આપીએ દાદ

ભરૂચ : અંકલેશ્વરના શિક્ષક ગુજરાન ચલાવવા વેચી રહયાં છે ફેન્સી વસ્તુઓ, તેમની હિમંતને આપીએ દાદ
X

અંકલેશ્વર તાલુકા અને ભરૂચ જિલ્લા સહીત સમગ્ર વિશ્વમાં કોરોના કહેરે તમામ ધંધા રોજગારની કમર તોડી નાખી છે. જેમાં પણ શાળાઓ બંધ થતા શિક્ષકો અને સામાન્ય વ્યાપાર કરતા વેપારીઓને ભૂખે મારવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે ઉદ્યોગીક નગરી અંકલેશ્વરના હાટસમા વિસ્તાર એવા સરદારપાર્ક નજીક હવે અંદાજિત એક લાખ જેટલો પગાર મેળવનાર અને MSC, PHD કરેલ શિક્ષકે કોરોના કહેરને લઇ શાળા બંધ થતા ફૂટપાથ પર ફેન્સી સ્ટોલ ઉભો કરી રોજિંદા 500 ઉપરાંત આવક મેળવી ઘર ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વરની સાંઈનાથ સોસાયટીમાં રહેતા અને ખાનગી શાળામાં સાયન્સવિધાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક નરેશ મેવાડાની, તો અંકલેશ્વરની નામચીન ખાનગી શાળામાં સાયન્સનો અભ્યાસકરાવતા શિક્ષક નરેશ મેવાડા ભવરલાલજી મૂળ રાજસ્થાનના છે.અને છેલ્લા આંઠ વર્ષથી MSC, PHD અને NET એટલે કે માસ્ટર ઓફ સાયન્સ, ફિલોસોફી ઓફ ડોકટરી, નેશનલ એલિજિબિલિટીની ડિગ્રી મેળવી વિધાર્થીને અભ્યાસ પીરસી રહ્યા છે. અંકલેશ્વરની ખાનગી શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ રૂપિયા એક લાખની આસપાસ પગાર મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શિક્ષકને કોરોના મહામારીને લઇ ખાનગી શાળામાંથી ફક્ત 30 % જ પગાર મળતા હવે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેને લઇ દેશના ભવિષ્ય એવા વિધાર્થીઓને કોવિદ 19 દરમ્યાન પણ ઓનલાઇન ડોકટરી શીખવારનાર શિક્ષકે જ હવે પરિવાન ગુજરાનને લઇ ફૂટપાથ પર પોતાની કારની બેટરી વડે અલગથી લાઈટ લગાવી તેના અજવારેં ફેન્સી સ્ટોલ ઉભો કરી માસ્ક સહીત દિવાળીની અનેક આઇટમોનો વ્યવસાય કરવા મજબુર થવું પડ્યું છે. જોકે આ દરમ્યાન નોટીફાઈડ દ્વારા તેઓના ફેન્સી સ્ટોલને ત્રણેક વખત હટાવવામાં આવવા છતાં શિક્ષકે હિમ્મત નહિ હારી પોતાની મહેનત કાયમ રાખી હતી. કારણ કે તેઓને તેઓના પરિવારનું ગુજરાન ચલાવવું હતુ. ત્યારે આવા સમયે પણ MSC, PHD અને NETના શિક્ષક દ્વારા વિધાર્થીઓના ઉજ્જવણ ભવિષ્ય અને શિક્ષકો પર આવી પડેલ કોરોનાના કારણે આપત્તિને દૂર કરવા સરકારને અપીલ કરવામાં આવી છે.

Next Story