Connect Gujarat
Featured

ભરૂચ : જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો રાજપારડીમાં બીજો ગુનો નોધાયો

ભરૂચ : જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો રાજપારડીમાં બીજો ગુનો નોધાયો
X

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોધવા પામ્યો છે. જે આ કાયદાનો જિલ્લાનો બીજો ગુનો છે, વાલીયા ખાતે એક અને રાજપારડી નજીકના અવિધા ખાતે એક ગુનાનો સમાવેશ થાય છે. ભરૂચ જીલ્લામાં અત્યાર સુધીમાં આ પ્રકારના કુલ બે ગુનાઓ નોંધાયા છે.

મળતી માહીતી અનુસાર, જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જીલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં થયેલ અરજી અંતર્ગત ઝઘડીયા તાલુકાના અવિધા ગામના અજયભાઈ રાવજીભાઈ પટેલ અને સોમાભાઈ મુળજીભાઈ પટેલની વડીલો પાર્જીત વાડાની ખુલ્લી જમીનમાં અવિધા ગામના બિજલ છગન વસાવા,સુરેશ બિજલ વસાવા અને દિનેશ બિજલ વસાવાએ બે વર્ષ જેટલા સમયથી ગેરકાયદેસર કબ્જો કરીને પશુઓને બાંધવાના ખીલા જમીનમાં ખુંપાવીને તેમજ અડારૂ ઝુપડુ બાંધીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આ બાબતે જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જીલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં ગુનો દાખલ કરવા હુકમ થતા રાજપારડી પોલીસે અરજીમાં થયેલ રજુઆત મુજબ જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને જગ્યા ખાલી નહિ કરતા ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાને લઇને અન્યની માલીકીની જમીનમાં દબાણ કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.

Next Story