Connect Gujarat
ગુજરાત

ભરૂચ : બોગસ પ્રમાણપત્ર મુદ્દે આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન

ભરૂચ : બોગસ પ્રમાણપત્ર મુદ્દે આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન
X

સરકાર દ્વારા

આપવામાં આવેલા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે ભરૂચ જિલ્લાની આદિવાસી કલ્યાણ હિતવર્ધક

ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર

પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

વિગત દર્શક તથા

મસવાડીની પહોંચ દ્વારા 480 પરિવારના સભ્યોને અનુસૂચિત જાતિ જેવા વિશેષ લાભોની

સ્વૈચ્છિક સંસ્થાઓની ભલામણોના આધારે જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈઓનો લાભ ઉઠાવી

જૂનાગઢ, જામનગર અને પોરબંદર સહિત રાજ્યભરમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ સમુદાયના લોકોને રાજકીય લાભ ખાતર અનુસૂચિત જાતિ જનજાતિના

પ્રમાણપત્રો આપવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કાર્યરત આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા બોગસ પ્રમાણપત્ર મુદ્દે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે

આવેદન પત્ર પાઠવાયું હતું.

Next Story