Connect Gujarat
ગુજરાત

ભરૂચ : લોકડાઉન વેળા પોલીસની સરાહનીય કામગીરી, ફૂટપાથ પર રહેતા લોકોને કર્યું ફ્રૂટનું વિતરણ

ભરૂચ : લોકડાઉન વેળા પોલીસની સરાહનીય કામગીરી, ફૂટપાથ પર રહેતા લોકોને કર્યું ફ્રૂટનું વિતરણ
X

કોરોના વાયરસથી બચવા

માટે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરતા લોકોએ ઘરમાં જ રહેવાનું મુનાસીબ સમજ્યું છે, ત્યારે ભરૂચ શહેરના ફૂટપાથ પર રહેતા લોકોને પોલીસ દ્વારા ફ્રૂટનું વિતરણ

કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાતા દુકાનો-બજારો બંધ હોવાથી રોજેરોજ મજૂરી કરી પેટિયું રળતા ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે શહેરના ફૂટપાથ પર રહેતા જરૂરિયાતમંદ લોકોની વ્હારે ભરૂચ પોલીસ આવી છે.

જેમાં ફૂટપાથ પર રહેતા લોકોને પોલીસ દ્વારા ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ ખૂબ બિરદાવી છે.

Next Story