Connect Gujarat
ગુજરાત

ભરૂચ : હાંસોટના 66 જેટલા પરપ્રાંતિયો માદરે વતન રવાના, કહી ખુશી કહી તો ગમ જેવી સ્થિતિ સર્જાઈ

ભરૂચ : હાંસોટના 66 જેટલા પરપ્રાંતિયો માદરે વતન રવાના, કહી ખુશી કહી તો ગમ જેવી સ્થિતિ સર્જાઈ
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવતા શ્રમિકોમાં કહી ખુશી, કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી હતી.

છેલ્લા કેટલાંક સમયથી હાંસોટ તાલુકામાં રોજી રોટી મેળવવાના આશયથી પ પ્રાંતીય શ્રમિકો આવ્યા હતા. પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી વાઈરસના પગલે શ્રમિકો બેકાર બનતા તેઓ પોતાના માદરે વતન જવા માંગતા હતા, ત્યારે સરકારના નિયમ અનુસાર હાંસોટ તાલુકાના 450 જેટલા શ્રમિકોએ ઓન લાઇન ફોર્મ ભર્યા હતા. તેના સંદર્ભમાં 66 જેટલા શ્રમિકોના નામ ઓન લાઇન રજીસ્ટર થતા તેઓને હાંસોટથી 2 એસ.ટી. બસ દ્વારા વહેલી સવારે અંકલેશ્વર મોકલવામાં આવ્યા હતા અને અંકલેશ્વરથી સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પોતાના વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં બાકી રહેતા શ્રમિકોને ઓન લાઈન નિયમ મુજબ પોતાના વતન મોકલવામાં આવશે, ત્યારે એક તરફ પોતાના વતનમાં કુટુંબીજનો સાથે ભેગા થવાની ખુશી છે, તો બીજી તરફ રોજી રોટી મેળવવા માટે આવ્યા હતા પણ કોરોના મહામારીને લીધે પરપ્રાંતીય લોકો કંઇક પણ કમાઈ શક્યા નથી તેનો પણ ગમ લોકોમાં જોવા મળ્યો હતો.

Next Story