Connect Gujarat
Featured

ભરૂચ : આત્મીય સંસ્કાર ધામના અનુયાયીઓ ઘરમાં રહી કરી રહયાં છે ભકિત

ભરૂચ : આત્મીય સંસ્કાર ધામના અનુયાયીઓ ઘરમાં રહી કરી રહયાં છે ભકિત
X

કોરોના વાયરસના કહેરના કારણે માનવીની જીવનશૈલીમાં ભારે બદલાવ આવી ચુકયો છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હવે સત્સંગ સભાઓ પણ ઓનલાઇન થવા લાગી છે અને લોકો ઘરોમાં બેસી મહંતોના પ્રવચન સાંભળી રહયાં છે.

દેશમાં લોકડાઉનના કારણે ધાર્મિક મેળાવડાઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ત્યારે આત્મીય સંસ્કાર ધામના ન્યુઝીલેન્ડ સ્થિત સ્વામીના આદેશ મુજબ હવે તેમના અનુયાયીઓ ઓનલાઇન સત્સંગનો લ્હાવો લઇ રહયાં છે. ઇન્ટરનેટના માધ્યમથી તેઓ અનોખી રીતે ગુરૂ ભક્તિ,પ્રભુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ કરી વિશ્વને કોરોના વાયરસ માંથી મુક્ત કરાવવા માટે પ્રાર્થના કરી રહયાં છે. આત્મીય સંસ્કાર ધામ તરફથી નિયમિત સત્સંગ સભાઓ કરી લોકોમાં શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે પણ લોકડાઉનના કારણે સત્સંગ સભાઓ પણ બ્રેક લાગી ચુકી છે. હરિપ્રસાદ સ્વામીજીની સુચનાથી અનુયાયીઓ માટે ઓનલાઇન સત્સંગ સભાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ રાત્રે નવ કલાકે ઇન્ટરનેટના માધ્યમથી યોજાતી સત્સંગ સભાઓનો અનુયાયીઓ લાભ લઇ રહયાં છે. તેઓ પ્રભુ ભકિતની સાથે પોતાના જ ઘરોમાં રહીને કરોનો વાયરસ સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહયાં છે.

Next Story