આગામી ૧૬ ડિસેમ્બરે ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે વિરાટ હિન્દુ મહાસભા

ભરૂચ VHP દ્વારા આજરોજ અયોધ્યાનગર ભરૂચ ખાતે આવેલ સંતોષી માતાના મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં વિશ્વ હિન્દુ પરિસદના પ્રાંત મંત્રી(દક્ષિણ ગુજરાત) નિરલ પટેલે આરતી પૂર્ણ થયા બાદ અયોધ્યાનગર સંતોષી માતા યુવક મંડળ તેમજ સ્થાનિકોને સંબોધી આગામી તારીખ તારીખ ૧૬/૧૨/૨૦૧૮ને રવિવાર ના રોજ બપોરના બે કલાકે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે. તો ભરૂચમાં રેહતા હિંદુઓએ આવી સાધુ સંતો દ્વારા અયોધ્યામાં રામમંદિરનું મહા નિર્માણ કેવી રીતે કરવું જેવા અનેક સૂચનો આપવાના હોઈ અચૂક હાજર રહેવા અપીલ કરી હતી.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ ધર્મસભાના આયોજનના ભાગરૂપે તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ હિન્દૂ યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી વેજલપુર ઇદગાહ ગ્રાઉન્ડથી શરૂ થઈ આખા ભરૂચ શહેરમાં રેલી સ્વરૂપે ફરવામાં આવશે.જેમાં ભરૂચના સર્વે હિન્દૂ યુવાનોને આ ભવ્ય બાઇક રેલીમાં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિસદ વિભાગ મંત્રી દુષ્યંત સોલંકી દ્વારા જણવામાં આવ્યું હતું.

અયોધ્યાનગર ખાતેના સંતોષીમાતાના મંદિરે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ મહાઆરતીમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મંત્રી નિરલ પટેલ, વિભાગ મંત્રી દુષ્યંત સોલંકી,જિલ્લા અધ્યક્ષ ગિરીશ શુક્લ, જિલ્લા સહમંત્રી જનક મોદી, ભારતીય જનતા પાર્ટીના નગરસેવક રાજશેખર, હેમેન્દ્ર પ્રજાપતિ, મનુબેન રણા,શિલાબેન વણકર, સંતોષી માતા યુવક મંડળના પ્રમુખ પરેશ લાડ,યુવા ભાજપના પ્રમુખ નિમેષ રાણા તેમજ મોટી સંખ્યામાં સંતોષી માતા યુવક મંડળના સભ્યો અને સ્થાનિકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY