Connect Gujarat
Featured

ભરૂચ : અયોધ્યાનગર ખાતે સ્થાનિકોને કરાયું "માસ્ક" વિતરણ, કોરોના વાયરસને પગલે હાથ ધરાયો નવતર અભિગમ

ભરૂચ : અયોધ્યાનગર ખાતે સ્થાનિકોને કરાયું માસ્ક વિતરણ, કોરોના વાયરસને પગલે હાથ ધરાયો નવતર અભિગમ
X

ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે સંતોષી માતા યુવક મંડળ દ્વારા સ્થાનિક રહીશો તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોને કોરોના વાયરસની અસર ન થાય તે માટે ઘરે ઘરે જઈ વિનામુલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું.

કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે, તેમજ વૈશ્વિક્સ્તરે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવામાં આવ્યો છે, ત્યારે આ જીવલેણ વાયરસથી સુરક્ષિત રહેવા જો કોઈ સૌથી વધુ મહત્વની બાબત હોય તો તે છે લોકજાગૃતિ, અને લોકોમાં આવા જ પ્રકારની લોકજાગૃતિ કેળવાય તે હેતુથી ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે સંતોષી માતા યુવક મંડળ દ્વારા અયોધ્યાનગર તથા આસપાસની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોને કોરોના વાયરસની અસર ન થાય તે માટે વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોષી માતા યુવક મંડળના પ્રમુખ પરેશ લાડ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story