Connect Gujarat
Featured

ભરૂચ: ચૂંટણી પૂર્વે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને, જુઓ એક બીજા અંગે શું કહ્યું

ભરૂચ: ચૂંટણી પૂર્વે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને, જુઓ એક બીજા અંગે શું કહ્યું
X

ચૂંટણી પૂર્વે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને આવી ગયા છે અને બન્નેએ એકબીજા સામે બેફામ વાણીવિલાસ કર્યો હતો.મનસુખ વસાવાએ છોટુ વસાવા તેમજ તેમના પુત્રને મરછર સમાન ગણાવ્યા હતા તો છોટુ વસાવાએ તેમણે ભાજપના પોપટ કહી દીધા હતા

ભરૂચ અને નર્મદા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને આવી ગયા છે. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લામાં પેજ સમિતિ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી જણાવ્યુ હતું કે બિટીપીના મહેશ વસાવા અને છોટુ વસાવા મારા માટે મચ્છર બરાબર છે તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે હું અભિમન્યુ નથી કે 6 કોઠાનું યુદ્ધ જાણું છું હું 7 કોઠાનું પણ યુદ્ધ જાણું છું.મનસુખ વસાવાના આ નિવેદનના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો તો સામે છોટુ વસવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. છોટુ વસાવાએ શોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી મનસુખ વસાવાને પોપટ ગણાવ્યા છે તેઓએ પોસ્ટમાં લખ્યુ છે કે મનસુખ વસાવા સાંસદ નહીં પણ બંધુઆ જોકરની જેમ ભાજપના પોપટ છે જે 5મી અનુસૂચિ તેમજ ઇકો સેન્સેટિવ ઝોન જેવા મુદ્દા પર ચૂપ છે. આમ બન્ને આદિવાસી નેતાઓ ફરી એકવાર સામ સામે આવી જતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે

Next Story