Connect Gujarat

ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી હટાવ્યા, જાણો કેમ..?

ભરૂચ : ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી હટાવ્યા, જાણો કેમ..?
X

ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચના વિરોધમાં ૨૩ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત સરપંચ વિરોધ મૂકતા સરપંચને તેમના પદેથી હટાવ્યા.

ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન પટેલના વિરોધમાં સભ્ય દ્વારા કામ ન કરી ગ્રાન્ટોનો દુરુપયોગ કરવાના આક્ષેપ સાથે ૨૩ સભ્યોએ એકજૂથ થઇ ભોલાવ ગ્રામ પંચાયતના હિતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની અરજી ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. જેને લઇ આજરોજ ભોલાવ ગ્રામ પંચાયત ખાતે અધિકારીઓ અને સરપંચની ઉપસ્થિતિમાં ૨૩ સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. 24 સભ્યોની ભોલાવ ગ્રામ પંચાયતમાં ૨૩ સભ્યો દ્વારા સરપંચ વિરોધ અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આવતાની સાથે જ પ્રિયંકાબેન પટેલ પાસેથી સરપંચનો ચાર્જ લઇ ઉપસરપંચ યુવરાજ સિંહ પરમારને સોંપી દેવામાં આવ્યો.

ભોલાવ ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્ત બાબતે ઘણી વખત સભ્યો દ્વ્રારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરતા આખરે શાંતિપૂર્ણ રીતે દરખાસ્તને મંજૂરી અપાઈ હતી.

Next Story
Share it