Connect Gujarat
Featured

ભરૂચ : એક જ દિવસમાં 12 કરોડના વિકાસના કામોનું ભુમિપુજન, ચોમાસામાં તુટી ગયેલા રસ્તાઓ પણ કરાશે રીપેર

ભરૂચ : એક જ દિવસમાં 12 કરોડના વિકાસના કામોનું ભુમિપુજન, ચોમાસામાં તુટી ગયેલા રસ્તાઓ પણ કરાશે રીપેર
X

લોકસભાની ચુંટણી પહેલાં એક જ દિવસમાં 25 કરોડથી વધુના વિકાસકામોનું ભુમિપુજન કરનારા ભરૂચ નગરપાલિકાના ભાજપી શાસકોએ હવે ચુંટણી પહેલાં એક જ દીવસમાં 12 કરોડના વિકાસકામોનું ભુમિપુજન કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

કોરોના વાયરસનો કહેર ભલે ચાલી રહયો હોય પણ સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તથા વિધાનસભાની પેટા ચુંટણીઓ કરાવવા માટે તલપાપડ બની છે. હાલમાં રાજય સરકાર તરફથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવા સીમાંકનો જાહેર કરવામાં આવી રહયાં છે. શાસનના પાંચ વર્ષ પુર્ણ થવા આવ્યાં હોવાથી હવે નગરસેવકો પણ તેમના મત વિસ્તારના મતદારોને રીઝવવાના પ્રયાસોમાં લાગી રહયાં છે. કોરોનાના કહેર વચ્ચે તેઓ વિવિધ કાર્યક્રમો યોજી રહયાં છે. સોમવારના રોજ ભરૂચના પંડીત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભરૂચ નગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિકાસના 12 કરોડથી વધારે કામોનું ભુમિપુજન કરાયું હતું. ખાસ કરીને ચોમાસામાં ખખડધજ બની ગયેલાં રસ્તાઓના રીપેરીંગ માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. આ ઉપરાંત 3 વર્ષથી બંધ સીટી બસ સેવા પણ ફરીથી શરૂ કરવામાં આવશે. સંભવત : ડીસેમ્બર મહિનામાં નગરપાલિકાની ચુંટણી આવી શકે તેમ છે ત્યારે હવે નગરસેવકો મતદારોને રીઝવવામાં લાગી ગયાં છે. કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની સહિતના મહેમાનો અને સભ્યો હાજર રહયાં હતાં.

Next Story