Connect Gujarat
ગુજરાત

ભરૂચ: દારૂના પૈસા ન મળતા એક ઈસમે પડોશીની સળગાવી બાઈક

ભરૂચ: દારૂના પૈસા ન મળતા એક ઈસમે પડોશીની સળગાવી બાઈક
X

દારૂના રૂપિયા આપવની ના પાડતા એક ઇસમે પડોશીની બાઇકને આગ ચંપી કરી પુરી બાઇક ફૂંકી મારવાનો કિસ્સો ભરૂચ ખાતે પ્રકાશમાં આવતા અંતે પોલીસ હરકતમાં આવી હતી.

ભરૂચના નાની ડુંગળી વિસ્તારમાં રહેતા અને મસ્જિદમાં મૌલવીની નોકરી કરતા મોહસીન નામના યુવકના પડોસમાં રેહતા દિલાવર નામનો ઇશમ મૌલવી પાસે રોજ દારૂના પૈસાની માંગણી કરતો હતો. દરમ્યાન ગત રાત્રે મોલવીએ દારૂના પૈસા ન આપતા રોષે ભરાયેલા દિલાવર નામના યુવકે આવેશમાં આવી મૌલવીની બાઇકને આગ લગાવી દીધી હતી.

જેના કારણે મૌલવીની આખી બાઇક બળીને ભડથું થઈ ગઈ હતી અને ઘરમાં પણ આગ લાગતા પડોશમાં રેહતા લોકોએ પાણી નાંખીને આગને બુઝાવી હતી.જો કે આ સમગ્ર ઘટનામાં કોઇ જાન હાની નોંધાઇ ન હતી.આ સમગ્ર બાબત પોલીસને ધ્યાને આવતા આગ લગાવનાર ઇશમ દિલાવરની ભરૂચ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને તેના વિરૂધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story