ભરૂચ : અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી બાઇકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

New Update
ભરૂચ : અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી બાઇકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ રવિ કોમ્પ્લેક્ષમાં રહેતા મુર્તુઝાઅલી નૂરમહમદ અધારિયા વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે જેઓએ પોતાની બાઇક નંબર-જી.જે.16.એ.એચ.8495 હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી, તે દરમિયાન ગત તારીખ-7મી ઓકટોબરના રોજ વાહન ચોરો ત્રાટકી 15 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories